-->
ZDIRY-TUFWT-EBONM-EYJ00-IDBLANTER.COM
ZDIRY-TUFWT-EBONM-EYJ00
BLANTERWISDOM105

એક ભુલકણા વૈજ્ઞાનિકે બદલાવી દુનિયા!

Monday, 5 March 2018
*          સાંજ નો સમય હતો, ઇંગ્લેન્ડના વુલ્સથોર્પ મેંનોર હાઉસમાં એક મહેમાન પધારે છે. બે કલાક પછી સાથે ભોજન લીધા બાદ ઘરના માલિક અને મહેમાન થોડી વાર ગપ્પા મારવા બેસે છે. થોડી વાતચીત બાદ નોકરાણી આવે છે અને બંને ની વાતચીતમાં ખલેલ પડતા મહેમાન ને પૂછે છે "સર, કેવું રહ્યું ભોજન. તમને ભાવ્યુ કે નહિ?" મેહમાન કઈ જવાબ આપે એ પેલા માલિક નોકરાણીને વચ્ચેજ પૂછી લે છે "તે મને તો ભોજન આપ્યુંજ નહિ" એ મહાન વૈજ્ઞાનિકનું નામ આઇઝેક ન્યુટન.
*         આ કિસ્સો વૈજ્ઞાનિક ન્યુટનની પ્રખર ભૂલવાની વૃતીનું બયાન બખૂબી કરે છે. આવા કિસ્સાઓ આઈન્સ્ટાઈનના જીવન માં પણ બનેલા. પ્રખર બુદ્ધિવાળા લોકો કદાચ પોતાના કામમાં એટલા ગળાડૂબ બની જતા હશે જેથી તેને દુનિયાની બીજી વસ્તુઓનું ભાન નહિ રહેતું હોઈ એવું પણ બની શકે.
*          ઇંગ્લેન્ડના લિંકનશાયર વિસ્તાર માં વુલ્સથોર્પ નામનું એક ગામ છે જ્યાં 300 વર્ષ જુનું ફિક્કા સ્વાદ ના ફળ આપતું એક સફરજનનું વૃક્ષ હજી મોજુદ છે.મૂળ વૃક્ષ 1820 ના વાવાઝોડા માં જમીન દોસ્ત થયા બાદ કદાચ આ વૃક્ષ એની કળીમાંથી ઉભર્યું છે.કિસ્મતની બલિહારી કે 300 વર્ષ પેહલા જયારે ન્યુટન ત્યાં બેઠો અને સફરજન નીચે પડ્યું તો તેને ખાવાનો વિચાર ના આવતા તેની તેજસ્વી બુદ્ધિ તેના નીચે પાડવાના કારણની શોધ માં લાગી અને ગુરુત્વાકર્ષણ નું બીજ ત્યારે રોપાયું અને આજે તે સફરજનના વૃક્ષના બીજનું ફળ આપણે સહુ ખાય રહ્યા છીએ.
*             300 વર્ષના ભૂતકાળના ફલક નું આજે અવલોકન કરીએ તો વિચાર આવે કે કદાચ જો વકીલાત ભણેલો ન્યુટન તે સફરજનનું પડવાનું ભુલી ગયો હોત અને સફરજન ખાયને ઘસઘટાટ ઊંઘી ગયો હોત તો ગુરુત્વાકર્ષણ કૂકડો બોવ મોડો બોલ્યો હોત. ભૌતિકશાસ્ત્ર ની અડધો અડધ ગણતરીઓ, આઈન્સ્ટાઈન ની રિલેટીવિટી, ઉષ્માગતિશાસ્ત્ર થી માંડીને ઓટો મોબાઈલ સુધી, પેજર થી માંડી ને મોબાઈલ સુધી કોઈ પણ શોધ કદાચ આપણી પાસે ન હોત. સફરજન ના આધારે દિમાગ એ ઘણી કસરત કરાવ્યા બાદ 1687 માં બે નિયમો ન્યુટને જગત સમક્ષ મુકયા જે આજે પણ અફર છે. બ્રહ્માડ નું નિયમન કરતા તેના બે નિયમો હજી ખોટા સાબિત કરી શકયા નથી, એટલે સુધી કે ડો. આઈન્સ્ટાઈન એ પણ તેના બે રિલેટીવિટી ના સિદ્ધાંતો આ બે નિયમો ને ખમ્ભા બનાવીને ઘડવા પડ્યા એટલેજ આજ દિવસ સુધી નો મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન નહિ પણ ન્યુટન ને માનવ માં આવે છે.
*            છેલ્લે એક વાત : કહેવાય છે કે ત્રણ સફરજન એ દુનિયા બદલી છે. પ્રથમ જે આદમ એ ઇવ ને આપ્યું, બીજું જે ન્યુટનની માથે પડ્યું અને ત્રીજું સ્ટીવ જોબ્સ નું.

Share This :

0 Comments