*થોમસ આલ્વા એડિસન વિજ્ઞાન જગતમાં ૧૨૦૦ શોધોના લેબલ સાથે સુવર્ણ અક્ષરોએ ચિપકેલુ વિરાટ નામ છે . પણ આ બધી હોલસેલ શોધો માટે એડિસનને તરહ તરહના પ્રયોગો કરવા પડેલા એમાં પણ પ્રશ્ન એ થાય કે આ બધા પ્રયોગો માનો સૌથી ચટપટો અને ગાંડો ઘેલો પ્રયોગ કયો ? અને જવાબ માં આપણે વૈકુંઠ નિવાસી એડિસન ની આત્મા ને પૂછી શકીયે જેના માટે આપણ ને 'સ્પિરિટ કોમ્યુનીકેટર' નામ નું સાધન જોયે જે બનાવવા માટે ખુદ એડિસન ૧૯૨૦ ના દસકામાં જીજાન થી મંડી પડ્યો પણ તેને સફળતા ના મળી . અમેરિકન શ્રીમાન સીગ્રમ સ્યુટરમાનની વાત સાચી માનો તો મૃત્યુ પછી પણ એડિસન ને એના પ્રયોગ નું ફળ મળ્યુ એવું કહેવાય છે. તે શ્રીમાન ના કેહવા પ્રમાણે ૧૯૬૭ માં તેણે એડિસનની આત્મા નો સાદ સાંભળીયો એ પણ મૃત્યુ ને પેલે પાર થી "Hello , How are you ?"
*આત્મા સાથે વાત કરવાની દિશા માં એડિસન એ પહેલ કરી ત્યાર બાદ ઘણા આત્મા રસિકો અને તુક્કાબાજો મેદાન માં આવ્યા.સમય જતા ટેપ રેકોર્ડર ની શોધ થતા તેમનું કામ ઔર આસાન બન્યું . મનુષ્યના કાન માટે અશ્રાવ્ય અવાજ ટેપ રેકોર્ડર આસાની થી જડપી શકે એવી માન્યતા તે સમય માં વ્યાપક હતી . તે સમયમાં કોસ્ટાઇન જેવા પ્રયોગ વીરો આ ક્ષેત્રમાં અગ્રેસર ગણાતા હતા . અને એક વાયકા પ્રમાણે તેણે કથિત પ્રેતાત્માઓના અવાજનું ૭૨૦૦૦ ટેપ જેટલું ધ્વનિમુદ્રણ કર્યું હતું . ૧૯૯૮ માં માઈકલ ડોહેર્ટી નામના એન્જીનીઅરએ પ્રેતાત્માઓ સાથે સંદેશા વ્યવહારની લિંક સ્થાપવા માટે ની ટેક્નોલોજીનું વર્ણન કરતો લેખ "કોમ્પ્યુટર ટેક્નોલોજી" નામ ના મેગેજીન માં પ્રકાશિત કર્યો હતો . તે વાંચી ને હરખઘેલા થયેલા વાચકોએ પોતપોતાની રીતે તેવા સાધનો બનાવ્યા. જેમાં ડોહેર્ટી અનુસાર નોંધનીય સાધન 'સ્પિરીકોમ' હતું જે ૨૯ મેગા હર્ટઝ ના મોજા વૈકુંઠ લોક માં મોકલતું હતું . આ સાધન એક સંશોધક ટુકડી એ શોધ્યું હતું . જેમનો એક શોધક અકાળે સ્વર્ગલોક સિધાવ્યો પણ તેના મિત્રો ના બયાન મુજબ તેનો સંપર્ક મિત્રો સાથે ચાલુ રહ્યો. પણ પ્રેતાત્મા ઓના મેસેજ વિશે કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી એટલે આ પ્રયોગો ને માત્ર તુક્કા જ ગણવા રહ્યા.
*છેલ્લે એક વાત:
આત્માઓ ની મોજુદગી સંભવ છે ખરી, ભલે આધુનિક વિજ્ઞાન આ વાત ને નકારે . પરંતુ જગતમાં કદાચ નેવું ટાકા એવી વસ્તુઓ છે જે વિજ્ઞાન જગત અને માનવજાત માટે સમજવી અશક્ય છે. આ બાબતે પ્રાચીન ભારત બહુ સમૃદ્ધ હતું તેમાં કોઈ શક નથી. પ્રાચીન ભારતના ઋગ્વેદ અને ઈશાવાસ્યો જેવા ઉપનિષદો કહે છે શરીર અને આત્મા એક છે. શરીરનો જે ભાગ આપણા માટે અદૃશ્ય છે તે આત્મા છે અને આત્મા નો જે ભાગ દ્રશ્યમાન છે તે શરીર છે. પણ એડિસન ના પ્રયોગના સંદર્ભમાં આત્માઓ સાથે નો વાર્તાલાપ સંભવ હોય એવું ક્યાંય દૂર ના પ્રાચીન ભૂતકાળમાં પણ શક્ય બન્યું હોય એવું જણાતું નથી સો આ મુદ્દાને અહીજ ફૂલ સ્ટોપ આપીયે.
.

Share This :

trhfgh
ReplyDelete