-->
ZDIRY-TUFWT-EBONM-EYJ00-IDBLANTER.COM
ZDIRY-TUFWT-EBONM-EYJ00
BLANTERWISDOM105

જ્યોતિષશાસ્ત્ર શુ ખરેખર માણસનું ભવિષ્ય ભાખવા સમર્થ છે ખરું? માણસની આવતી કાલ શુ ખરેખર નિશ્ચિત છે?

Sunday, 4 March 2018
*                   ઈ. સ. પૂર્વે ૫૯૮ માં જન્મેલા બ્રહ્મગુપ્ત અને ઈ. સ. ૧૧૧૪ માં જન્મેલા ભાસ્કરાચાર્ય જેવા પ્રખર ગણિતશાસ્ત્રીઓ એ જ્યોતિષશાસ્ત્રને જે ઉચાઈઓ આપી હતી એ કદાચ સમય સાથે ખોવાય ગઈ  હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં સુધી જ્યોતિષશાસ્ત્રનો સવાલ છે ત્યાં સુધી આ શાસ્ત્રમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની જેમ એક ને એક બે જેવો ગુણાંક હોતો નથી .
*                  જેમકે પ્રકાશની ગતિ પ્રતીસેકન્ડે ૨,૯૯,૭૯૨.૪૫૮ કિલોમીટર જ હોય તેનાથી વધુ કે ઓછી હોતી નથી આ પ્રમાણભૂત થયેલ છે . અને હાઇડ્રોજનના બે અણું અને ઓક્સિજનનો એક અણું મળીને પાણી બનાવે છે એમાં કોઈ બે મત નથી. આવી રીતે જ્યોતિષશાસ્ત્ર માટે અનુમાન કરવું શક્ય નથી. તો પછી જ્યોતિષશાસ્ત્ર ને શાસ્ત્ર માનવું કે નહિ આ પણ એક મોટો સવાલ છે.
*                 બીજી તરફ નોસ્ત્રાડેમોસ અને જિમ ડિક્સોન જેવા ભવિષ્યવેતાઓની ભવિષ્યવાણી સચોટ નીવડી હોઈ એવું કહેવાય છે, પરંતુ જ્યાં સુધી નોસ્ત્રાડેમોસ(બાજુનો ફોટો)ની ભવિષ્યવાણીનો સવાલ છે, તેની ભવિષ્યવાણીઓ નો અભ્યાસ કરતા એવું જણાય છે કે પ્રથમ તો તેને એવી કોઈ સચોટ ડંકે કી ચોટ પર શબ્દો વાપરીને ભવિષ્યવાણીઓ કરી નથી જેના પરથી એ પુરવાર થાય કે તેની કરેલી ભવિષ્યવાણી લાકડે માંકડું ગોઠવ્યા જેવી બની રહી છે . 
*                  કુંડલી વર્ગીકરણ અને દૈનિક અખબારોમાં પ્રગટ થતા રાશી ભવિષ્યની વાત કરીયે તો નરેન્દ્ર મોદી ન કુંડળી જોતા પણ અમુક જ્યોતિષોએ અનુમાન લગાડેલું કે તેની કુંડલીમાં રાજનેતા બનાવ માટે કોઈ યોગ નથી જે અનુમાન ૧૯૯૧ની ચૂંટણી વખતે નરસિંહ રાવ માટે પણ લગાડેલું અને અમિતાભની કુંડલી માટે પણ કહેવાયેલું કે તેની કુંડલી માં અભિનેતા બનાવનો કોઈ યોગ નથી. તો પછી શુ જ્યોતિષશાસ્ત્ર નક્કર  ગાળાગોપ  છે? નહિ. સાવ એવું પણ નથી. કેમ કે જો સાવ એવુજ હોત તો બ્રમ્હભટ્ટ અને ભાસ્કરાચાર્ય જેવા પ્રખર ગણિતજ્ઞો એની પાછળ સમય શુ કામ વેડફે? જ્યોતિષ અને યોગ નું સંમેલન અદભુત ઘટનાઓનું

જાડું રચે છે. ટ્રેનમાં સફર કરી રહેલા લાલબહાદુરને એક માણસ તાકી ને જોઈ રહ્યો હતો. લાલબહાદુરે પૂછ્યું તો શાંત આંખો થી તેને શબ્દો બોલ્યા જે લાલબહાદુર શાસ્ત્રી માટે અંગારા નીવડ્યા. શબ્દો કંઈક એમ હતા "તારું ભવિષ્ય ઉજ્વળ છે, તું ભારત નો ભાવિ વડાપ્રધાન બનીશ. પરંતુ તારું મૃત્યુ ભારત ની બહાર થશે અને તારા મૃત્યુ સમયે તારા કોઈ પણ સ્વજનો તારી સાથે મોજુદ નહિ હોય". કોઈ પાગલ માણસ સમજી લાલ બહાદુરે તેને અવગણ્યો.
*                    એક રીતે જોવા જાયે તો જ્યોતિષશાસ્ત્ર જેવું આધુનિક અને સચોટ શાસ્ત્ર ભારત પાસે બીજું એક પણ નથી.આ પણ એક વિચારવા જેવી બાબત છે કે આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે તારાઓ ની ગતિ અને ગ્રહો ના સ્થાન,સચોટ નક્ષત્રો ના સ્થાન પૃથ્વી થી સૂર્ય નું અંતર, વાર તિથિ કેવી રીતે માપ્યા હશે?અને આ પણ કોઈ જ આધુનિક યંત્રો વીના. જ્યોતિષશાસ્ત્ર ના બધાજ તથ્યો નો અભ્યાસ કરતા જણાય છે કે જ્યાં સુધી વ્યક્તિગત લાભ નો સવાલ છે ત્યાં સુધી તેના વિષે કોઈ અનુમાન જ્યોતિષશાસ્ત્ર દ્વારા કરી શકાય એવું જણાતું નથી. અને જ્યાં સુધી આવી ઘટનાઓ વિશે અનુમાન લગાડવાની વાત આવે છે જેમાં પૂરેપૂરું બ્રહ્માંડ સંમિલિત(Involed) હોઈ તો આવી ઘટનાઓનું અનુમાન જ્યોતિષશાસ્ત્ર દ્વારા ગણિતના ઉપયોગથી સચોટ રીતે લગાડી શકાય છે.             

*                     છેલ્લે એક વાત : પ્રકૃતિ ક્યારેય કોઈ ઘટના નિશ્ચિત કરતી નથી, પ્રકૃતિની કોઈ પણ ઘટના પ્રીપ્લાન્ડ હોતી નથી જે કઈ પણ બને છે એ ભૂતકાળ ની ઘટનાઓની ચેઈન છે. અને મનીલો કે કોઈ એવો વિધાતા હોત જેણે બધું નક્કી રાખ્યું હોત અને આનુ પૂર્વાનુમાન લગાડી શકાતું હોત તો ત્યાં પણ ભારતીઓ પૈસાની બેગ લઇને પહોંચી ગયા હોત .
Share This :

0 Comments