-->
ZDIRY-TUFWT-EBONM-EYJ00-IDBLANTER.COM
ZDIRY-TUFWT-EBONM-EYJ00
BLANTERWISDOM105

૨૨ વર્ષ ને બદલે ૭૬ વર્ષ નું પ્રેરણાદાયી આયુષ્ય ભોગવી સ્ટીફન હૉકિંગ નું દુનિયા ને અલવિદા !

Wednesday, 14 March 2018

૨૨ વર્ષ ને બદલે ૭૬ વર્ષ નું પ્રેરણાદાયી આયુષ્ય ભોગવી સ્ટીફન હૉકિંગ નું દુનિયા ને અલવિદા

                      "If There Is a Life There Is a Hope". ધ થીયરી ઓફ એવરીથીંગ મૂવી નો આ માસ્ટર સ્ટ્રોક સંવાદ પ્રો. સ્ટીફન હોકીંગ્સ ના જીવન ને બખૂબી બયાં કરે છે. ૨૦ વર્ષ ની વયે ખબર પડી કે પોતાને "અમીઓટ્રોફિક લેટરલ સ્કલેરોસિસ" નામ ની ગંભીર બીમારી છે  અને આ બીમારી ધીરે ધીરે એક દિવસ તેને ખુદના કદમો પર ચાલવાનો મોકો પણ નહિ આપે. સ્ટીફનની તાપસ કરી રહેલા ડૉક્ટર એ તો ત્યાં સુધી કહ્યું કે સ્ટીફન હવે ફક્ત ૨ વર્ષ જીવી શકશે. પણ નહિ, ભૌતિકવિજ્ઞાન જગત અને બ્રહ્માંડવિજ્ઞાન ની ઘણી શોધો સ્ટીફન ના લલાટે લખી હતી એ ના તો ખુદ સ્ટીફન ને ખબર હતી કે ના તો પેલા ચિકિત્સક ને. 
                       આજ થી લગભગ ૫ વર્ષ પેલા સ્ટીફન હૉકિંગના દર શુક્રવાર, શનીવાર અને રવિવાર ના રોજ ડિસ્કવરી પર પ્રકાશીત થતા "ઈન ટુ ધ યુનિવર્સ વીથ સ્ટીફન હૉકિંગ"ના ફક્ત ત્રણ એપિસોડ્સ જોવા માટે આખા ઘર સાથે આ લેખકની વર્લ્ડવોર જેવી લડાઈ ઓ થતી અને આખરે તો મિત્ર દેશો ને હરાવી એકલા હાથે લડાઈઓ જીતી ને આ એપિસોડ્સ જોવા માં આવતા એ પણ મહિના માં જેટલી વાર પ્રકાશીત થતા એટલી વાર! ભારતના અડધો અડધી જનતા સ્ટીફન હૉકિંગ ની નાસ્તિકતા થી ચીડતી હતી ત્યારે આપણે તો જી જાન થી તેના ફેન બની ગયેલા. મને હજુ યાદ છે કે જયારે સ્ટીફન હૉકિંગનું  "ધ ગ્રાન્ડ ડિઝાઇન" પુસ્તક પ્રકાશીત થયું ત્યારે વિશ્વ માં ખળભળાટ મચી ગયેલો અને ભારત માં તો તેમને નાસ્તિક વૈજ્ઞાનિક નું બિરુદ લોકો એ આપી દીધેલું. પણ જેમણે ધ ગ્રાન્ડ ડિઝાઇન વાંચ્યું હશે તેમને ખબર હશે કે મૂળ વાત ઈશ્વર ને નકારવા ની હતીજ નહિ પણ ઈશ્વર ને ક્યાં સ્વરૂપ માં સ્વીકારવો એ હતી. હૉકીંગ્સ ની દ્રષ્ટિ પ્રમાણે ભૌતિકશાસ્ત્ર ના નિયમો આ બ્રહ્માંડનું સંચાલન અને પાલન કરે છે કોઈ વ્યક્તિવાચક શબ્દ "ઈશ્વર" નહિ. એક રીતે જોતા હોકીંગ્સ પણ નાસ્તિક નહતા પણ તેઓ પણ બુદ્ધ અને મહાવીર જેવી ગહેરાઈ ની આસ્તિકતા ની દ્રષ્ટિ ધરાવતા નાસ્તિક હતા.

  •                       બીજી તરફ હૉકિંગ ના રિસર્ચ કાબિલ એ તારીફ છે. કોસ્મોલોજી અને થીયોરોટીકલ ફિઝિક્સ ના ક્ષેત્ર માં તો હૉકિંગને બીજા આઈન્સ્ટાઈન માનવામાં આવે છે. જેમ આઈન્સ્ટાઈન એ પોતાના અતી ફળદ્રુપ દિમાગ નેજ પોતાની પ્રયોગ શાળા બનાવેલી એમ હૉકિંગએ પણ વીલ ચેર પર બેસી ને આખા બ્રમ્હાણ્ડ ની સફર પોતાના તેજ દિમાગ વડે કરેલી. હૉકિંગ કેહતા કે આખા દિવસ દરમિયાન હું મારો લગભગ ૯૫% સમય બ્રહ્માંડ વિષે વિચારવા માં વિતાવું છું. ઇટ્સ જસ્ટ લાઈક થ્રિલ યુ નો. હૉકિંગ રેડિએશન, જે બ્લેકહોલેના ક્ષેત્ર માં સૌથી નામચીન શોધો માની એક છે અને હૉકીંગ્સ એનર્જી જે જનરલ રિલેટીવિટી ના ક્ષેત્રમાં ની એક બહુ અગત્ય ની શોધ છે. લેખન ક્ષેત્ર ની વાત કર્યે તો તેમની બુક "એ બ્રીફ હિસ્ટોરી ઓફ ટાઈમ" ૨૩૭ વીક સુધી રેકોર્ડ બ્રેકીંગ ઢબે બેસ્ટ સેલેરના લિસ્ટને સોભાવ્યું હતું. ૨૧મી સદી ના આ આઈન્સ્ટાઈનએ અનેક ડંકે કી ચોંટ પર માનવ જાતી માટે ભવિષ્યવાણીઓ કરેલી. 

* જો માનવ જાત બીજા ગ્રહના બુદ્ધિશાળી જીવો સાથે નો સંપર્ક કરી શકાય તો એ દિવસ સમગ્ર માનવજાતી  માટે એક ખતરા ની ઘંટી સમાન હશે બીજા ગ્રહ ના જીવ અગર તો માણસ કરતા વધુ બુદ્ધિમાન નીવડ્યા તો માનવ જાત માટે તે આફત નોતરનારા સાબિત થશે અને માનવસૃષ્ટિ કોઈ પણ રીતે તેનો સામનો નહિ કરી શકે.
* ભવિષ્ય માં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજેન્ટ( રોબોટ્સ) માણસ ની જગ્યા લઇ લેશે અને તેઓ ખુદ જ પોતાની એક અલગ સ્પીસીસ બનાવશે જે માણસ થી વધુ બુદ્ધિમાન તો હશેજ પરંતુ એ એવા પણ કાર્યો આસાની થી કરી શકશે જે માણસ કેટલીયે મુશ્કેલીઓ થી પણ નથી કરી શકતો.
*વહેલી તકે હ્યુમન સ્પીસીસએ પૃથ્વી છોડાવી પડશે એનું કારણ સ્ટીફન હૉકિંગ સહજ રીતે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેન્ટ ચેન્જ ને ગણતા. તેઓ માનતા કે વહેલી તકે માનવજાતએ પોતાનું નવું ઘર શોધવાનો વારો આવશે અને જો માનવજાતી તેમાં નિષ્ફળ રહેશે તો કદાચ બ્રહ્માંડ ની આ સૌથી બુદ્ધિશાળી સ્પીસીસ નો અંત નિશ્ચિત છે.
ફીઝીસીસ્ટને બદલે વાયોલિન પ્રેમી આઈન્સ્ટાઈન વાયોલિન વાદક બન્યો હોત તો કદાચ ભૌતિકવિજ્ઞાન જગત ના ઘણા કોયડાઓ આજે પણ વણ ઉકેલ્યા રહ્યા હોત તેમજ જો સ્ટીફન હૉકિંગ ૨૨ વર્ષ ની વયે મૃત્યુ પામ્યો હોત તો આજે જગત ને થીઅરી ઓફ એવરીથીંગ જેવા કોયડાઓ વણ ઉકેલ્યા જ રહ્યા હોત. ભૌતિક જગતના તારામંડળ નો એ સુરજ જે આજ બુજાયો એ કેટલો અગત્યનો હતો એ તો એ તારા મંડળ સાથે સંકળાયેલા ગ્રહો જ જાણે છે. છેલ્લે "ઈન ટુ ધ યુનિવર્સ વીથ સ્ટીફન હૉકિંગ" શ્રેણી માં આવતો ખુદ સ્ટીફન હૉકિંગ દ્વારા બોલાયેલો સંવાદ  જે તેઓ એ  જીવનભર સાર્થક કરી બતાવ્યો ~ "I Can Not Move But Through My Mind I Am Free". ભગવાનમાં નહિ માનનારા ફિઝિક્સ ના એ ભગવાન ને અલવિદા.
 
છેલ્લે એક વાત:
જેન હૉકિંગ      :     તારા વિશે શુ? તો પછી તું કોણ છો?
સ્ટીફન હૉકિંગ  :     હું એક કોસ્મોલોજીસ્ટ છું.
જેન હૉકિંગ     :     એ વળી શુ?
સ્ટીફન હૉકિંગ  :     એ બુદ્ધિશાળી શ્રદ્ધાળુઓ માટે નો એક ધર્મ છે
જેન હૉકિંગ     :     તો પછી આ ધર્મવાળા લોકો સેની પૂજા કરે છે?
સ્ટીફન હૉકિંગ  :     એક નાનકડા એવા સમીકરણ ની જે આખા યુનિવર્સ ને એક તાંતણે બાંધે છે
( ફિલ્મ "ધ થીઅરી ઓફ ઍવરીથીંગ" નો સંવાદ)
Share This :

0 Comments